લગ્ન પરિણય

50 વર્ષ સરકારી ચોપડે પણ 47-50 વર્ષ એ રિટાયરમેનટ નો આંકડો છે અને આ બહેન આમતો બહેન ના કહેવાય 50 વર્ષે તો માજી જ કહેવાય આજકાલ ની રહેણી-કેણી પ્રમાણે આયુષ્ય ઓછું થતું જાય છે. લગ્ન પરિણય એક યોગ્ય ઉંમરે ચોક્કસ કરી લેવા જોઈએ એમાં પછી ઘણા ફેકટર આવે છે તમારા શરીર મન તથા વ્યવહાર ને અસર કરતા હોય છે. આ વાત હું નહીં પણ મોટા મોટા લેખક, કવિ તથા મુની ઓ કહે છે તેમજ ગાયનેકોલોજીસટ તથા સારા સારા ડોક્ટર નો પણ એજ અભિપ્રાય હોય છે. કોઇ અંગત કારણોસર કે પછી શારીરિક કે કોઈ ખામી ના લીધે ઉંમર અને લગ્ન પરિણય લાંબો થય શકે પરંતુ એક યોગ્ય પાત્ર એટલે મારી દ્રષ્ટિએ એવું થાય જે પોતાના પરિવાર નું ગુજરાન પોતે ચલાવી શકે તથા નાના મોટા પ્રસંગે હાજરી હોય અને સુખ શાંતિ થી પોતાના પરિવાર સાથે રહેતા હોય. જે ટીવી ને ફિલ્મ માં ઝાકમઝોળ બતાવે છે અને આજના યુવાન તરવૈયા ઓ એનુ આંધણુ અનુકરણ કરે છે પરિણામે પોતાને તથા પરિવારને ભોગવવું પડે છે. લગ્ન પરિણય ની આમતો કોઈ ઉંમર હોતી નથી પરંતુ 25-35 વચ્ચે થય જાય એ પોતા અને પરિવાર બન્ને માટે સારું કહેવાય બાકી દરેક ને વિચારવાની શક્તિ છે અને દરેક ના મંતવ્ય પણ અલગ હોય છે. -રાહ' (રાહુલ પંડ્યા)રાજકોટ ✍️

Comments

Popular posts from this blog

કલ્પ વૃક્ષ