કલ્પ વૃક્ષ
કાપી કલ્પ ની છાંય
માણસ ટાઢક ગોતવા જાય,
પાણી ઠંડા કરી ભલે એ નાય
કે ભલે ને એસી ની વાહર ખાય
કુદરતી પવન જેવું તો નો જ થાય,
કાપી કલ્પ ની છાંય
માણસ ટાઢક ગોતવા જાય ,
ડેકોરેશન માં મોર જોઇ
હલણ માં અમને નડે
છોકરુ નાનું વિચારે
આ વરસાદ ઉનાળે કેમ પડે,
કાપી કલ્પ ની છાંય
માણસ ટાઢક ગોતવા જાય,
રાહ'દરી તો સૌ છે
કશું કર્યા વગર નામદાર થવું છે
કોણે કરવી જઈને આ રાવ
હજી સમય છે એક ઝાડવું તો વાવ,
કાપી કલ્પ ની છાંય
માણસ ટાઢક ગોતવા જાય,
સલાહ તો મફત ઈ બીજાને જ અપાય
કાન' ગોપી રાસ તો હવે રસ્તે રમાય
વનરાવન તો ગોકુળ માં થાય
આયા તો રુપિયા રડવા ઉભા પાક પણ કપાય,
કાપી કલ્પ ની છાંય
માણસ ટાઢક ગોતવા જાય
ભલે ને પીવે જાત જાતના ડ્રીંક
કુહાડી હંકારવા માં શેની બીક
કોરોના ઇ થય જાશે ઠીક
પૈસા ની દોડ માં કરી ઝીંક મ ઝીંક,
કાપી કલ્પ ની છાંય
માણસ ટાઢક ગોતવા જાય ,
રાહુલ પંડ્યા રાહ'(RR) ✍️ રાજકોટ
Comments
Post a Comment