વગર કહીયે


" હજુ સ્મિત એ ચેહરા પર મલકાઈ છે
   પ્રેમ મા વગર કહીયે જ વાત થાઈ છે

   હા, નથી એ તારા હાથ ની લકીર મા
   છતા મળશે , વિશ્વાસ હજુ પણ બંધાઈ છે

                                         પ્રેમ મા વગર કહીયે.........

  થયો નથી હજુ અજાણ તુ - ' રાહ' '
  છબી તારી હજુ એ હાથ પર ચિતરાઈ છે

  નથી હવે તું રૂબરૂ , તો શું થયું ?
  પલકો પર એમની , હજુ રાહ તારી જોવાઈ છે

                                           પ્રેમ મા વગર કહીયે ........

  હશે વાંચતી જ્યારે ' ગઝલ ' એ તારી
  આંખો એમની પણ કહેતી હશે -

 " વધુ ના રડતી હવે
   હ્ર્દય એમનું પણ છલકાઈ છે "

                                           પ્રેમ મા વગર કહીયે ........ "

Comments

Popular posts from this blog

કલ્પ વૃક્ષ