Friend

FB#00182
મિત્ર અટલે શું એક છોકરાઓ જ હોય શકે ? શું છોકરાને છોકરી સાથે મિત્રતા નો વ્યવહાર ના થય શકે? ગર્લ ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ એ વિષય જ અલગ છે.

વિચારો કે તમે સાથે અભ્યાસ કરો છો અને તમારે અભ્યાસ બાબતો માં કે બીજા કોઈ બાબત થી છોકરી સાથે વાત કરો અથવા સાથે ચા પીવા માટે કે નાસ્તો કરવા ક્યાંય પણ તમારા સગા સંબંધી કે આડોશી પાડોશી ના નજર માં આવો બસ ખતમ એ ભાઈ તમારો છોકરો આની સાથે હતો એ બેન તારી છોકરી આની સાથે હતી ક્યાં કારણ થી સાથે હતા એ જાણ્યા વગર જ એના કેરેકટર(ચારીત્ર) ઉપર શંકા ચાલુ કરશે અને ગામમાં કાન ભંભેરણી થશે.

આ વાત જ્યારે દિકરી ના માં-બાપ પાસે પહોંચશે અટલે સૌ પ્રથમ એ છોકરી ને અભ્યાસ થી દૂર કરશે અને  જરૂર સિવાય ધરની બહાર જવાઆવવાનુ બંધ કરાવવા મા આવશે જે દિકરી ના મગજ ઉપર અસર કરે અને એવો ભાવ ઉત્પન્ન થશે કે મારા માતા-પિતા ને મારા ઉપર વિશ્વાસ નથી આટલું થયે શુ છોકરી ને પુછવું જરૂરી નથી કે શુ કારણ હતું?આમાં અપવાદ પાત્રો ને બાકાત રાખ્યા છે એમની વાત નથી કરી.

શું ખરેખર છોકરા અને છોકરી વચ્ચે મિત્રતા ના હોય શકે જેમ તમે તમારા મિત્રો ની સાથે ચાની ચૂસકી લેતાં હોય તો આ પણ આપણી સખા જ છેને, કૃષ્ણ ભગવાન અને દ્રોપદીના સંબંધ ને કાજલબેન ઓઝાએ  પોતાના પુસ્તક કૃષણયાન માં દશૉવયા છે, આપણે એવી વાત કરીએ કે ગામ તો ગમે તે કહે એના મોઢે ગરણા ના બંધાય સો ટકા સાચી વાત પણ વાત જ્યારે તમારા દિકરા કે દિકરીની વેવિશાળ ની આવે ત્યારે અથવા એવું પણ બને કે એ ન ભરવાનું પગલું ભરી બેસે વાત નાની જ હોય ભલે એક વખત મળયા હો પણ એ વાત એટલી ફેલાઈ જશે કે ન પૂછો વાત અને ધરે થી કાયમી મેણા-ટોણા સાભરવા પડે એ અલગ.
કોઈપણ વ્યક્તિ સાથે રાખેલ વ્યવહાર ભવિષ્ય માં કામ આવી શકે છે જો એ વ્યક્તિ કોઈ સારી જગ્યા અને હોદા ઉપર હોય અને તમારી સાથે સારા વ્યવહાર હોય તો એ તમને અવશ્ય મદદ કરશે અને હું તો એવું વિચારુ છું એ તો સ્વાથૅ થયું શું બે વ્યક્તિ એમજ કારણ વગર કે કામથી મળી ના શકે આપણે ફોરવર્ડ મેસેજ ધણા એવા મળે કે છો તમે તો છે જીંદગી તો શું એનો સાચે જ જીવન માં ઉતારી ના શકાય.

મારી એક ની વિચાર સરણી બદલવા કે વલણ બદલવાથી ફરક ના પડે બધા વ્યક્તિ ને યોગ્ય લાગે અને આ વિચાર અમલ કરે તો જ ફરક પડે અને ખરા અર્થ માં શિક્ષીત ભારત અને જાગૃત વ્યક્તિ ની ઓળખ ઉભી થશે,ડીજીટલ ઈન્ડિયા,મેક ઇન ઇન્ડિયા અને ધણા બધા એવા પ્રોજેક્ટ જેમાં દરેક ને દરેક વ્યક્તિ ની જરૂર પડવાની જ અને આમપણ આપણે કહીએ સ્માર્ટ જનરેશન સ્માર્ટ ઇન્ડિયા તો સ્માર્ટ વિચારો ક્યારે થશે? માન્યું કે ધણા એવા ખોટા કામો મિત્રતા કરીને પણ થાય છે પણ એવું તો નથી જ કે દરેક વ્યક્તિ એવી હોય, અને આજકાલ નેટવર્ક માર્કેટિંગ નો ક્રેઝ છે તો સૌ એ સાથે કદમ મિલાવી ને ચાલવુ પડે.

નેટવર્ક માર્કેટ અને બિઝનેસ માં ટકી રહેવા માટે સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિ ની જરૂર પડે જ અને દરેક ની સાથે સારા સંબંધો રાખવા પડે ફક્ત કામ માટે સમજો તો એ અને લાગણી થી સમજો તો એ પણ બધાની સાથે રહી વસુધેવ કુટુમ્બકમ ની ભાવના અને વ્યાખ્યા ખરા અર્થમાં સાર્થક કરવી પડે અને તો જ થાય જો એકબીજા સાથે સારા વ્યવહાર હોય તો.

તમારી વિચારધારા પણ અલગ હોય શકે અને મારૂં લખેલ પણ ક્યાંક ખોટું હોય શકે પરંતુ મને એક વાત યાદ આવી કે આપણને બાળપણ માં પ્રતીજ્ઞા લેવડાવવામાં આવતી ભારત મારો દેશ છે અને બધા ભારતીય મારા ભાઈ બહેન છે અથવા ભ્રાતા છે ચાલો હું ખોટો હોવ પણ આખા ભારત માં બોલાતી આ પ્રતિજ્ઞા લખવા વાળા એ તો સમજીને લખ્યું હશે.

Comments

Popular posts from this blog

કલ્પ વૃક્ષ