ચાહના


વાત છે કોલેજ ના એ યુગલ ની પ્રથમ મુલાકાત એમની કોલેજ મા જ થયેલી એ પહેલાં શુધ્ધા ઓડખતા પણ નહીં,વાત તો એ બન્ને કરતા નહીં પરંતુ ધીમે ધીમે વાત કરવા લાગ્યા.

કોલેજ ના રિસેષ સમયે બંને વાત કરતા હતા નામ એકબીજા ના ખબર ન હતી,છોકરા એ પુછ્યુ તારુ નામ... છોકરી આરોહી અને છોકરી પુછ્યુ તારુ તો એને કહ્યું તને ખબર જ હશે? છોકરી કહે રાહુલ ?? બસ એના હસવા પર રાહુલ નુ દિલ આવી ગયુ.

કોઇ ના કોઈ બહાને એને હસાવતો એની સાથે વાતો કરવાનો સમય શોધતો, અચાનક થયું એવુ આરોહી તો રાહુલના જ ખાસ મિત્ર મનન ને પ્રેમ કરે છે, છતા રાહુલ એને ચાહતો એ બન્ને ને મળવા માટે પડતી તકલીફો મા મદદ કરતો એ બન્ને જધડતા ત્યારે એજ એમને સમાધાન કરાવતો પણ એ ક્યારેય બન્ને માંથી એક ને પણ ખબર ના પડવા દેતો કે એપણ એને જ ચાહે છે જેને એનો મિત્ર ચાહે છે.

કોલેજ કાળ પુરો થયો મનન ને સારી નોકરી મળી ગઈ અને બીજા સીટી માં જવાથી આરોહી સાથે વાત મળવાનુ બંધ થયુ અને થોડા દિવસ મા તેને કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા.

આ વાત રાહુલ ને તો ખબર હતી પરંતુ આરોહી ને રાહુલે જાણ થવા જ ન દિધી, રાહુલ નોકરી સારી જ હતી પણ શહેર છોડવુ ન હતુ અટલે તે આરોહી ને મળતો ફોન પર વાતો કરતો અને મનન ની જરા પણ યાદ ના આવવા દેતો હતો છતા એને કોઈ દિવસ એવુ કહ્યું ન હતું હુ તને ચાહુ છું ફકત દોસ્ત ની જેમ જ‌ સાથ આપતો.

આરોહી ને એક દિવસ મનનની યાદ આવતા રાહુલ સાથે વાતો કરતા કરતા તુ માથી તમે કહેવા લાગી અને ક્યારે સવાર પડી એ વાત ની ખબર ના પડી, બીજા દિવસે રવિવાર હોવાથી રાહુલે આરોહી ને મળવા બોલાવી બને મળ્યા જાણે પ્રથમ મુલાકાત હોય એમ રાહુલે આરોહી ને પોતાના બાહુપાશ માં જકડી લીધી અને પોતાના મનમાં વર્ષો થી દબાયેલ પ્રેમ શબ્દો વડે કહેવા લાગ્યો.

કદાચ રાહુલ ની આ પહેલી અને છેલ્લી મુલાકાત હશે એમ વાતો કરતો રહ્યો આલિંગન આપ્યા અને આરોહી મા જ ઓતપ્રોત થઈ ગયો, ત્યારબાદ બંને મળતા નહીં પણ વાતો અઢળક કરતા અને અચાનક કુદરત ને પણ રાહુલ ની પરિક્ષા લેવી હોય એમ આરોહી ના ઘરેથી વેવિશાળ ની વાત શરૂ થય,રાહુલે પોતાના માનસ માં આરોહી સાથે ના ઘણા સપના જોય રાખ્યા હતા અને એક દિવસ એ મુલાકાત સાચે છેલ્લી મુલાકાત બની ગઇ.

રાહુલે પણ કસમ ખાધી હતી જીવવું કે મરવુ બસ આરોહી માટે એની જ સાથે જે દિવસે આરોહી ના લગ્ન હતા રાહુલ ખુબજ ખુશ હતો આરોહી તેને જોઇને રડવા લાગતી છતા એ બેધ્યાન થય લગ્ન ના કામમા મદદ કરતો સાંજે વિદાય થય અને બીજા જ દિવસે બન્ને જણાએ પોતાનો જીવ ગુમાવ્યો રાહુલે આરોહી ને કશુ જ કહ્યું ન હતું પરંતુ આરોહી ના હ્દય માં પણ પ્રેમ રાહુલ માટે એટલોજ હતો બસ એ પણ કહેવા નહોતી માંગતી ક્યાંક પ્રેમ મેળવવામાં એક સારો મિત્ર ના ગુમાવી દે.

રાહુલને બસ એ શબ્દ યાદ હતા ક્યારેક હુ કહી ના શકુ તો તુ સમજી જજે અને હુ સમજુ નહીં તો તુ કહી દેજે, ભગવાન પણ ક્યારેક એવુ જ કરતો હોય છે જે લોકો નથી ચાહતા એને મેળવીદે છે અને જે ચાહે છે એ જીંદગી ભર મળી નથી શકતા.

ક્યારેક તમે ના કહેલી નાની વાત કેટલુ મોટુ પરિણામ આપે છે અને કદાચ તમે પણ ના રહો એ પરિણામ જોવા એવુ પણ બની શકે મનમાં રાખવુ નહીં કહી દેવુ કદાચ રિજેકટ કે અપનાવશે. 

રિજેકટ થયે તો માફી માંગી તમારા ક્ષેત્રમાં આગળ વધો અને ભગવાને તમારુ ભાગ્ય સારુ જ લખ્યું હશે અને સારુ પાત્ર પણ મળી રહેશે,અપનાવે તો એટલી ખુશી આપો કે દૂર થવાથી પણ એને ડર લાગે.

મનમાં જે ભર્યું હોય ને મિત્રો એ કહી દેવુ કેમકે મન ભરીને જીવવામાં મજા છે મનમાં ભરીને જીવવા મા નહીં.
#RR
#Love_Life_Limit
#Love_story

Comments

Popular posts from this blog

કલ્પ વૃક્ષ