Struggle
પૈસાથી બધું જ નથી મેળવી શકાતું પૈસા જ બધું નથી!
ઉપર દેખાતો આ ફોટો મે રસ્તા પર કામ કરતા એક મજૂરનો લીધેલો છે એના ચહેરા પર ની ખુશી એ બતાવે છે એ પોતાના કામથી કેટલો સંતુષ્ટ છે અને એ કામથી મળતાં વેતનથી એ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, આમ તો એ ભાઈ રાજસ્થાનથી રોજીરોટી માટે ગુજરાત આવેલ છે.
આ ભાઈની દરરોજ ની આવક 800 રૂપિયા છે તે લગભગ કોઈ એન્જિનિયર જે પોતાની નોકરીની શરૂઆત કરતો હોય છે તેના બરાબર જ છે આવુંકહીને કોઇ એન્જિનિયરની લાગણી દુભાવી નથી પરંતુ, એટલું સમજાવું છે ફક્ત પૈસા જ બધું નથી તમારી આવડત તમારી કાર્યશૈલી, તમારી કાર્યપ્રણાલી, કામ પ્રત્યેની તમારી ધગસ, કામ પ્રત્યે તમારો આનંદ એ બધું બતાવે છે કે તમે જીવનમાં કેટલી પ્રગતિ, કેટલી ઉન્નતિ અને કેટલીક પ્રસન્નતાથી તમારું જીવન વ્યતીત કરશો.
આ ભાઈને લગભગ બધા જ કામ આવડે છે જેમાં ટ્રેક્ટર ચલાવું, ખોદકામ, મજૂરી મિસ્ત્રી કામ, મશીન રીપેરીંગ, મશીન ચલાવુ, ફાઇબર ના કામ દરેક વસ્તુ ખુબ જ કુશળતાપૂર્વક કરે છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કાબિલિયત મેળવો કામયાબી જખ મારીને આવશે.
Comments
Post a Comment